એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th September 2018

H-1 B વીઝા મંજુર કરવામાં અમેરિકન સરકાર હકારાત્મક નીતિ અપનાવેઃ ન્યુદિલ્હીમાં ૬ સપ્ટેં.ના રોજ મળેલી અમેરિકા તથા ભારત વચ્ચેની ટુ પ્લસ ટુ મીટીંગમાં વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજનો અનુરોધ

ન્યુ દિલ્હીઃ તાજેતરમાં ૬ સપ્ટેં.ના રોજ ભારત તથા અમેરિકાના વિદેશ મંત્રીઓ તથા સંરક્ષણ મંત્રીઓ વચ્ચે યોજાયેલી ટુ પ્લસ ટુ મીટીંગમાં ભારતના વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ અમેરિકામાં કાર્યરત ઇન્ડિયન આઇ.ટી.ફર્મ્સ દ્વારા સ્પોન્સર કરાતા H-1 B વીઝા મંજુર કરવા માટે કોઇપણ જાતના ભેદભાવ વગરની તથા હકારાત્મક નીતિનો અમલ કરવા અમેરિકાના બંને મંત્રીઓને અનુરોધ કર્યો હતો. તથા જણાવ્યું હતું કે આ વીઝાથી અમેરિકાને નવિનીકરણ, સ્પર્ધાત્મકતા, તથા બંને દેશો વચ્ચેના લોકો વચ્ચેની પાર્ટનરશીપ મજબુત કરવા તથા સંબંધો દૃઢ કરવામાં સહાય મળશે. તથા તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતાને ધ્યાને લેતા અમેરિકન સરકાર ભારતનું અહિત  થાય તેવું કોઇપણ પગલુ નહી ભરે.

ઉલ્લેખનીય છે કે ણ્-૧ ગ્ વીઝાનો વધુમાં વધુ ઉપયોગ કરનારા વિદેશીઓમાં ભારતીયો પ્રથમ ક્રમે છે.

(9:18 pm IST)