એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th September 2018

H-1 B વીઝા રીન્યુ કરવામાં USCIS ભેદભાવ રાખતી હોવાનો આરોપઃ મેરીલેન્ડમાં આઉટસોર્સીગ વર્ક માટે કાર્યરત ભારતની સ્ટેલાર આઇ.ટી.સોલ્યુશન ફર્મએ ૨૮ ઓગ.ના રોજ યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટમાં દાવો દાખલ કર્યો

મેરીલેન્ડઃ અમેરિકાની કંપનીઓને કર્મચારીઓ પૂરા પાડતી તથા આઉટસોર્સીગ વર્ક માટે કાર્યરત મેરીલેન્ડ સ્થિત ભારતની આઇ.ટી.સોલ્યુશન કંપની સ્ટેલારએ ૨૮ ઓગ.૨૦૧૮ના રોજ યુ.એસ.સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસ (USCIS)'' વિરૃધ્ધ US ડીસ્ટ્રીકટ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.

દાવામાં જણાવ્યા મુજબ USCIS દ્વારા H-1 B વીઝા રીન્યુ કરવામાં મનસ્વી તથા નિયમો વિનાની નીતિ અપનાવાઇ રહી છે. ફર્મએ આ અંગે રજુ કરેલ વિગત મુજબ પોતાની કંપની સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલા કાર્તિક ક્રિશ્નામૂર્તિની H-1 B વીઝા રીન્યુ કરવાની અરજી રદ કરી ફરીથી બધા પૂરાવાઓ માંગ્યા છે. જે અગાઉ વીઝા રીન્યુ થઇ ચૂકયા હોવા છતાં માંગવામાં આવ્યા છે. તેવી રજુઆત કરી છે.

કંપનીએ વિશેષમાં જણાવ્યા મુજબ ખાસ કરીને ભારતના H-1 B વીઝા ધારકો સાથે આવી ભેદભાવભરી નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ૩ સપ્ટેં. સુધી USCIS દ્વારા કોઇ જવાબ રજુ કરાયો નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)