એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th September 2018

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતીય સમૂદાયના અગ્રણી, સુવિખ્યાત તબીબ ડો.વિઠલભાઇ ધડુક વચ્ચે મુલાકાતઃ ડો.ધડુકએ સ્થાનિક ભારતીયોને નડતા પ્રશ્નો અંગે નિખાલસ તથા મિત્રતાભરી રજુઆત કરી મદદરૂપ થવા વિનંતી કરીઃ પ્રેસિડન્ટ ખુશખુશાલ

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :  અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમય પહેલા પેન્સીલવેનિઆ આવ્યા હતા. આ સમયે તેમની સાથે મુલાકાત માટે આમંત્રિત કરાયેલા અગ્રણીઓમાં સુવિખ્યાત તબીબ તથા ભારતીય સમુદાયના અગ્રણી ડો.વિઠલભાઇ ધડુકનો પણ સમાવેશ કરાયો હતો.

આ આમંત્રણને માન આપી ડો.ધડુક પ્રેસિડન્ટ ટ્રમ્પને મળ્યા હતા. તથા તેમની સાથે ભારત દેશના થઇ રહેલો વિકાસ તથા અમેરિકામાં વસતા ભારતીયોને નડતા પ્રશ્નો અંગે નિખાલસ તથા મિત્રતાભરી ચર્ચાઓ કરી હતી. તેમજ તેમાં તેઓ (પ્રેસિડન્ટ ટ્રમ્પ) કઇ રીતે મદદરૂપ થઇ શકે તે અંગે સૂચનો કર્યા હતા.

બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોટો સેશનનું આયોજન કરાયું હતું.જે સમયે ડો.ધડુક સાથે સુશ્રી રંજનબેન, સુશ્રી પાયલબેન, શ્રી દર્પણ તથા સુશ્રી મિશાબેન (ડો.ધડુકના પુત્રવધુ) હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછીની ડો.ધડુક સાથેની આ તેમની ત્રીજી મુલાકાત હતી.

(9:47 pm IST)