એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th July 2019

''એક્ષપ્લોરા વિઝન કોમ્પીટીશન'': અમેરિકામાં STEM એજ્યુકેશન મેળવતા ધો.૧૦ થી ૧૨ના સ્ટુડન્ટસ માટે દર વર્ષે યોજાતી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઃ ૨૦૧૯ની સાલની સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ કૈનાથ કામિલના નેતૃત્વ સાથેની ટીમ વિજેતા

કેલિફોર્નિયાઃ અમેરિકાના સાઉથ વેસ્ટર્ન કેલિફોર્નિયામાં આવેલી ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ કૈનાથ કામિલના નેતૃત્વ સાથેની મિશન વિસ્ટા હાઇસ્કુલના ધો.૧૦ થી ૧૨ના સ્ટુડન્ટસની ટીમ ''એક્ષપ્લોરા વિઝન કોમ્પીટીશન''માં રાષ્ટ્રિય કક્ષાએ વિજેતા થઇ છે.

ઉલ્લેખનીય છે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ તથા મેથેમેટીકસ (STEM) એજ્યુકેશન મેળવતા ધો.૧૦ થી ૧૨ના સ્ટુડન્ટસ માટે રાષ્ટ્રિય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં એક્ષપ્લોરા વિઝન કોમ્પીટીશન મોખરાનું સ્થાન ધરાવે છે.

(9:04 pm IST)