એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th July 2018

‘‘મહારૂદ્રમ મંત્રજાપ'': અમેરિકાના હયુસ્‍ટનમાં આવેલા શ્રી મિનાક્ષી મંદિરમાં યોજાયેલા ત્રિદિવસિય મંત્રજાપમાં ૪૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં આવેલા શ્રી મિનાક્ષી મંદિરમાં ૨૨ થી ૨૪ જુન ૨૦૧૮ દરમિયાન ત્રિદિવસિય ‘મહારૂદ્રમ' જાપનું આયોજન કરાયું હતુ. જેમાં કાંચીᅠશંકરાચાર્યના આશિર્વાદ સાથે ભગવા વસ્‍ત્રો ધારણ કરી ૬૦ જેટલા શિબિરાર્થીઓ જોડાયા હતા. તથા ભાવિકોએ પણ લાભ લીધો હતો.

મંદિરના પૂજારીના નેતૃત્‍વ હેઠળ સતત દસમા વર્ષે યોજાયેલા આ મહારૂદ્રમ જાપથી મંદિર જાપમય બની ગયું હતું ત્રિદિવસિય જાપની શરૂઆત વિછનેશ્વર પૂજા, તથા કળશ સ્‍થાપની કરાઇ હતી બાદમાં સામુહિક જાપ શરૂ કરાયા હતા. જે ભગવાન શિવની ઉપાસના સમાન હતા. પૂર્ણાહુતિના દિવસે રૂદ્ર હોમનું આયોજન કરાયું હતું. બાદમાં અભિષેકમાં ૪૦૦ જેટલા ભાવિકો જોડાયા હતા. અંતમાં સહુએ લંચ સ્‍વરૂપે પ્રસાદ આરોગ્‍યો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)