એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th July 2018

મોક્ષ...અમેરીકામાં ૧૦ હજાર તરૂણો-યુવકો ધર્મ, અર્થ, કામ સમજયા

'બાપ્સ' નોર્થ અમેરીકન યુથ કન્વેન્શનનું જબરદસ્ત આયોજન :પોતાના કાર્યમાં બદલાની ભાવના, અનિર્ણાયક સ્થિતિ વચ્ચે સ્વસ્થતા જાળવવા પાઠ ભણાવાયાઃ ૮ થી ૨૨ વર્ષના તરૂણો-યુવાનોએ જુદા જુદા ગ્રુપોમાં ૧૦ દિ'નો સેમીનાર માણ્યો

(દિપ્તીબેન જાની) ન્યુજર્સી,  તા. ૧૦ :. દિવસ દરમિયાન પુખ્તો ઘણા રોલ ભજવતા હોય છે અને ઘણા નિર્ણયો લેતા હોય છે, તેઓ પોતાના કામ પર જઈને બદલાની પરિસ્થિતિ અને અનિર્ણાયકતા વચ્ચે પોતાના સ્વસ્થતા જાળવીને વહેવાર કરતા હોય છે. તેઓ પોતાના સામાજીક કાર્યો અને ફરજો પણ બજાવતા હોય છે. પુખ્તવયના લોકો પૂર્વગ્રહીત અને ભાગ્યે જ સંપૂર્ણ હોય છે અને મોટાભાગે એવો પ્રશ્ન કરતા હોય છે કે યુવા પેઢીને અત્યારે અને ભવિષ્યમાં સમાજ સાથે જોડાયેલી રાખવા શું કરવુંં જોઈએ ?

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના યુવાઓએ બાળકોની નિર્ણય શકિત બાબતની મુશ્કેલીઓને બરાબર સમજવા માટે પાંચ વર્ષ સર્વે કર્યો હતો. આ આંકડાઓના આધારે ૨૦૧૮ના 'મોક્ષ' તરીકે ઓળખાતા ઉત્તર અમેરિકી યુવા સેમીનારનું આયોજન કરાયુ હતું.

'મોક્ષ' ફકત યુવાઓ માટે નહીં પણ યુવાઓ સાથે સંકળાયેલ લોકો માટે પણ સમાહીત છે. સમગ્ર સેમીનારમાં પ્રેકટીકલ અને આધુનીક રીતે હેતુની અગત્યતા, સંનિષ્ઠ પ્રયાસો, સાતત્ય, પ્રાર્થના અને આત્મ નિરીક્ષણ જેવી ચારિત્ર્ય નિર્માણની બાબતો પર ભાર આપવામાં આવ્યો હતો.

જયોર્જીયાના એટલાન્ટા ઉપનગરની હયાત રીજન્સી હોટલ ખાતે ૧ થી ૧૦ જુલાઇ દરમ્યાન આયોજીત ત્રિદિવસીય પ્રોગ્રામમાં ૮ થી રર વર્ષના ૧૦૦૦૦થી વધારે યુવાઓએ ૩ ગ્રુપમાં ભાગ લીધો હતો. ઉતર અમેરિકાના ઇતિહાસમાં ૧૦ દિવસનો આ સૌથી મોટો હિંદુ ધર્મનો કાર્યક્રમ હતો જેનાથી જીવનમાં અગણીત સુખ ગમે ત્યાં મેળવી શકાય છે. હવે તો મોક્ષ એ થીમ આખા કાર્યક્રમ દરમ્યાન જોવા મળી હતી. ભાગ લેનારાઓ આ દરમ્યાન શીખ્યા હતાં કે ઇશ્વરને અને ગુરૂને મનમાં રાખી દરેક કામ કરવામાં આવે તો દુનિયામાં આનંદ મેળવી શકાય છે. ધર્મ, અર્થ, કામ વિષે છણાવટ પૂર્વક સમજાવીને મોક્ષની વ્યાખ્યા સમજાવવામાં આવી હતી.

દૈનિક જીવનમાં મોક્ષ આધારીત નિર્ણયો કેવી રીતે લેવા તે બાબતના વકતવ્યો અને પ્રેઝન્ટેસનો ભારતથી પધારેલા પૂજય ઇશ્વરચરણદાસ સ્વામી અને પૂજય આનંદસ્વરૂપદાસજી સ્વામી તથા ઉત્તર અમેરિકાના બીજા સ્વામીઓએ આપ્યા હતાં. તેમણે મોક્ષના લક્ષ્ય સાથે જીવાતી જીંદગી કેવી રીતે દૈનિક કાય?ૃમાં ઉચ્ચ કક્ષાનો અનુભવ કરાવે છે અને જીવનમાં નિષ્ફળતા વગર દુનિયાની વચ્ચે કાર્ય કરી શકાય તે બાબતો સમજાવી હતી. 

સેમીનારે બાળકો અને યુવાનોને શીખવાડયુ કે વિશ્વાસ અને નમ્રતાને સમતોલ રાખીને સારી તક મેળવી શકાય છે. શિબિરાર્થીઓ ઘરે એવો સંદેશ લઈને ગયા હતા કે બીજા તેમના માટે શું વિચારે છે તેના કરતા પોતે પોતાના માટે શું વિચારે છે (?) તે બાબત પર ધ્યાન આપવું જોઈએ. સેજલ માનસુરીયા નામના એક સ્વયંસેવકે કહ્યું કે આવા સેમીનારના ભાગ લેવાથી તમારી ક્ષિતિજો વિસ્તરે છે, ત્યાં તમને પ્રશ્નોથી પીડાતા ઘણા લોકો મળે છે જેની સામે લડવા માટેનું જ્ઞાન લાભાર્થીઓને મળે છે.

સેમીનારથી હકારાત્મક સ્વભાવ મૂળથી વધે તેવી લાગણીઓ વધી છે. જનરેશન લાઈવના સ્થાપક અને સીઈઓ એ કહ્યુ કે, બધાએ સાથે મળીને જે જીવંતતા અનુભવી, ઉપરાંત ટીમનો સામુહિક પ્રયત્ન અને સત્કાર્યની ઈચ્છા, આ બધાને લીધે એમ લાગે છે કે મેં આમા મદદ નથી કરી પણ હું તેમા સમાઈ ગયો છું. આ સેમીનારનો ભાગ બનવા બદલ હું ગર્વ અનુભવું છું.

(7:53 pm IST)