એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 12th June 2019

એશિઅન વીમેન્સ એલાયન્સ ફોર કિનશીપ એન્ડ ઇકવાલિટી (AWAKE): મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસા અટકાવવા તથા નારી સશકિતકરણ માટે કાર્યરત નોનપ્રોફિટ સંસ્થાઃ ૨૫મા વર્ષની ઉજવણી નિમિતે યુ.એસ.ના ન્યુજર્સીમાં ૨૨ જુન તથા ન્યુયોર્કમાં ૨૯ જુનના રોજ ફંડ રાઇઝીંગ પ્રોગ્રામનું આયોજનઃ ટી.વી.તથા ફિલ્મ કલાકાર સુસ્મિતા મુખરજી, તેમજ નામાંકિત કથ્થક ડાન્સર અનિન્દીતા ગાંગુલી અને રચના સિંહા સાથે મીટ એન્ડ ગ્રીટની તક

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ''એશિઅન વીમેન્સ એલાયન્સફોર કિનશીપ એન્ડ ઇકવાલીટી (AWAKE inc.)ના ઉપક્રમે ૨૫મા વર્ષની ઉજવણી પ્રસંગે ૨શોનું આયોજન કરાયું છે. ફંડ રાઇઝીંગ માટે યોજાનારા આ બન્ને શો પૈકી પ્રથમ સો ૨૨ જુન ૨૦૧૯ શનિવારના રોજ TVAsia ઓડીટોરીયમ, ૭૬ નેશનલ રોડ, એડીસન, ન્યુજર્સી મુકામે રાખવામાં આવ્યો છે. જેનો સમય સાંજે ૫-૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે.

મહિલાઓ ઉપર થતી ઘરેલું હિંસા અટકાવવા તથા નારી સશકિતકરણના હેતુ સાથે યોજાનારા આ પ્રથમ શોમાં સુવિખ્યાત ટીવી તથા ફિલ્મ કલાકાર સુશ્રી સુસ્મિતા મુખરજી નારીબાઇના જીવનચરિત્રનું નિરૂપણ કરશે. તથા નામાંકિત કથ્થક ડાન્સર અનિન્દીતા ગાંગુલી અને સુશ્રી રચના સિંહા બોલીવુડ નૃત્ય રજુ કરશે.

૪૦ ડોલરની ટિકિટ સાથેના આ પ્રોગ્રામમાં ડિનરથી વ્યવસ્થા કરવામાં આવે છે તથા મીટ એન્ડ ગ્રીટ માટે ૧૦૦ ડોલરની વી.આઇ.પી.ટિકિટ રાખવામાં આવી છે. જે માટે સંગીત મ્યુઝીક, ૧૩૬૧, ઓક ટ્રી રોડ, ઇઝલીન ૭૩૨ ૪૦૪૦૭૦૮ દ્વારા અથવા www.awakempowers.org/events  દ્વારા સંપર્ક સાધી શકાશે. વિશેષ માહિતી માટે સુશ્રી બરખા કિશનાની ૭૩૨૬૯ ૦૪૨૭૯ અથવા સુશ્રી માયા પટેલના ૭૩૨૮૧ ૬૨૭૭૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. નોનપ્રોફિટ awakeના ઉપક્રમે આયોજીત આ ફંડ રાઇઝીંગ દ્વારા થનારી આવક મહિલાઓ તથા બાળકોને અત્યાચારથી મુકત કરવા માટે વપરાશે.

બીજો શો ૨૯ જુન ૨૦૧૯ શનિવારના રોજ નોર્થ કાસ્ટલ પબ્લીક લાયબ્રેરી ૧૯ વ્હીપુરવીલ રોડ, ઇ આર્મન્ક ન્યુયોર્ક મુકામે રાખવામાં આવ્યો છે. તેવું સુશ્રી અમીતા બેનરજીની યાદી જણાવે છે.

(7:19 pm IST)