News of Wednesday, 13th May 2020
ઈઝરાયલમાં લોકડાઉન વચ્ચે પણ 300 લોકો ધાર્મિક સ્થળે ભેગા થયા : તમામની ધરપકડ
જેરુસલેમ : ઈઝરાયલમાં લોકડાઉનના ભંગ બદલ પોલીસે 300 લોકોની ધરપકડ કરી છે.આ લોકો લોકડાઉન વચ્ચે પણ ધાર્મિક સ્થળે ભેગા થયા હતા.
માઉન્ટ મેરોનમાં આવેલા આ ધાર્મિક સ્થળે ભેગા થયેલા યહૂદીઓને વિખેરતી વખતે તેઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલમાં લોકડાઉન દરમિયાન 20 થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ છે.
(1:15 pm IST)