એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th March 2018

યુ.કે.માં બિશપ ઓફ બ્રાડવેલ તરીકે ભારતીય મૂળના શ્રી જોહન પેરૂમ્‍બાલાથની નિમણુંકઃ ચર્ચ ઓફ ઇંગ્‍લાંડના ચેમ્‍સફોર્ડ વિસ્‍તારના ૬ઠ્ઠા બિશપ બન્‍યા

લંડનઃ યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના આર્કર્ડકોન શ્રી જોહન પેરૂમ્‍બાલાથ ઇંગ્‍લાડના બ્રાડવેલ એરિયા બિશપ તરીકે નિમાયા છે. તેઓ ઉત્તર ભારતમાં યુનાઇટેડ ચર્ચના પાદરી તરીકે ફરજ બજાવી ચૂક્‍યા છે. જેમની નિમણુંક ચર્ચ ઓફ ઇંગ્‍લાંડના ચેમ્‍સફોર્ડ વિસ્‍તારના ૬ઠ્ઠા બિશપ ઓફ બ્રાડવેલ તરીકે થઇ છે. જે કિવન દ્વારા કરવામાં આવી છે. તેઓ પૂર્વ બિશપ સ્‍વ.જોહન રો.નું સ્‍થાન લેશે તેઓ ભારતના કેરાળાના વતની છે.

(9:39 pm IST)