એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th March 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર પૂર્ણેન્‍દુ દાસગુપ્તાને સ્‍ટેટ તથા નેશનલ કક્ષાનો એવોર્ર્ડ : ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી દાસગુપ્તાને ‘‘ટેકસાસ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ'' તથા નેશનલ કેમિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એવોર્ડથી સન્‍માનિત કરાયા

ટેકસાસ :  યુ.એસ.ની ટેકસાસ યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર પૂર્ણેન્‍દુ દાસગુપ્તાને સ્‍ટેટ તથા નેશનલ કક્ષાનો એવોર્ડ આપી બહુમાન કરાયું છે. તેઓને ર૦૧૮ની સાલનો ટેકસાસ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ તથા અમેરિકન કેમિકલ સોસાયટીના કેમિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એવોર્ડથી સન્‍માનિત કરાયા છે.

ઉપરોકત બંને એવોર્ડ મેળવવા બદલ તેમણે રોમાંચ તથા આનંદ વ્‍યકત કર્યો હતો. તથા પોતાની સમગ્ર વ્‍યાવસાયિક કારકિર્દી ટેકસાસ માટે સમર્પિત કર્યાની કદર થઇ હોવાનું જણાવ્‍યું હતું.

શ્રી દાસગુપ્તાએ બેચલર તથા માસ્‍ટર ડીગ્રી ભારતના વેસ્‍ટ બેંગાલમાંથી મેળવેલી છે તથા ૧૯૭૩ની સાલથી તેઓ યુ.એસ.માં સ્‍થાયી થયા છે. જયાં તેમણે ડોકટરેટ ડીગ્રી મેળવી છે.

(9:36 pm IST)