એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th February 2018

‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં જુદી જુદી સીટ ઉપરથી ચૂંટણી લડતા ભારતીય ઉમેદવારો ચૂંટાઇ આવે તે માટે પ્રયત્‍નશીલ ‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ''એ તાજેતરમાં ૮ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ ૩ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોને સમર્થન જાહેર કર્યુ છે.

આ ૩ ઉમેદવારોમાં મેરીલેન્‍ડના ૬ ઠ્ઠા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડતા સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોના ૧લા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડતા શ્રીઅફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસના ૮મા સ્‍ટેટ સેનેટ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડતા શ્રી રામ વિલ્લીવાલમનો સમાવેશ થાય છે.

ઉપરાંત વર્તમાન ૪ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેનને પણ તેવો ફરીથી ચુંટાઇ આવે તે માટે સમર્થન ઘોષિત કર્યુ છે. તેવું ઇમ્‍પેકટના કો-ફાઉન્‍ડર શ્રી રાજ ગોયલએ જણાવ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(11:45 pm IST)