એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 10th January 2018

યુ.એસ.માં ટીવી સિરીઝના બેસ્ટ એકટર તરીકે શ્રી અઝીઝ અનસારીને ''ગોલ્ડન ગ્લોબ'' એવોર્ડ : આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન તથા એશિયન અમેરિકન તરીકેનો વિક્રમ

વોશીંગ્ટન : યુ.એસ. સ્થિત ભારતીય મૂળના કોમેડીયન કલાકાર શ્રી અઝીઝ અન્સારીને ''ગોલ્ડન ગ્લોબ'' એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ એવોર્ડ મેળવનારા તેઓ સૌપ્રથમ ઇન્ડિયન તથા એશિયન  અમેરિકન નાગરિક છે.

ટીવી સિરીઝમાં બેસ્ટ એકટર પૂરવાર થયેલા ભારતના ચેન્નાઇના ઇમીગ્રન્ટ પરિવારના શ્રી અઝીઝને ટીવી  ઉપર પ્રસારીત થતી ''માસ્ટર ઓફ નન'' સિરીયલમાં ૩૦ વર્ષીય એકટર દેવ શાહનો રોલ શ્રેષ્ઠતા પૂર્વક ભજવવા બદલ એવોર્ડ માટે પસંદ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓ શ્રેષ્ઠ લેખક, દિગ્દર્શક તથા કલાકાર તરીકેનો એમ્મી એવોર્ડ પણ મેળવી ચૂકયા છે. તેમણે અનેક ફિલ્મો તથા ટીવી સિરીયલોમાં અભિનય આપેલો છે.

(8:37 pm IST)