એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th January 2018

શિકાગોમાં સાલ્‍વાસન આર્મીના પરિવારના સભ્‍યો માટે શીખ રીલીજીયસ સોસાયટી પેલેટાઇનના સંચાલકોએ ક્રિસમસ દિનના પર્વની ઉજવણી પ્રસંગે મધ્‍યાન્‍હ લંચનું કરેલું આયોજન : ૮૦૦ જેટલા સભ્‍યોએ લંચ દરમ્‍યાન લાભ લીધો : અઢી વાન ભરીને સાલ્‍વાસન આર્મીના સભ્‍યોને તૈયાર ખાદ્ય ખોરાકની વાનગીઓ આપવામાં આવી : શીખ રીલીજીયસ સોસાયટી પેલેટાઇન સંસ્‍થાની કાર્યવાહીને તમામ જગ્‍યાએથી મળી રહેલો આવકાર

(સુરેશ શાહ દ્વારા) શિકાગો : શિકાગો નજીક પેલેટાઇન ટાઉનમાં શીખ સમાજનું એક ભવ્‍ય ગુરુદ્વારા આવેલ છે અને તેના સંચાલકો દ્વારા ક્રિસમસ પર્વના પવિત્ર દિને શિકાગોમાં આવેલા સાલ્‍વાસન આર્મી સેન્‍ટરમાં તમામ લોકો ગરમ મધ્‍યાન્‍હ ભોજન આપવામાં આવ્‍યુંહતું અને તેમાં આશરે ૮૦૦ જેટલા પરિવારના સભ્‍યોએ ભાગ લીધો હતો.

શિખ પરિવારના તમામ સભ્‍યોએ જરૂરીયાતવાળા તમામ લોકોને માન સહિત આ ભોજન આપવામાં આવ્‍યું હતું. છેલ્લા ૨૭ વર્ષથી આ પ્રમાણેનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને તેમાં હર્દીઅલસીંગ ડીઓલ પ્રતિવર્ષ લાભ લઇ રહેલ છે અને સ્‍વયં સેવકોની મદદથી એકત્રીત કરેલા નાણાંનો ચેક આ આર્મી સેન્‍ટરના અગ્રણીઓને આપવમાં આવ્‍યો હતો.

મધ્‍યાન્‍હ ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્‍વંયસેવકો દ્વાર નજીક ઉભા રહી ગયા હતા અને તમામ લોકોને તૈયાર કરવામાં આવેલ ફળફળાદીની બેગ આપવામાં આવી હતી અને તમામ લોકોએ તેનો આનંદભેર સ્‍વીકાર કર્યો હતો અને સંસ્‍થાના આવા પૂણ્‍યના કાર્યને સૌએ બિરદાવ્‍યું હતું.

સાલ્‍વાસન આર્મીના સંચાલકો જે શિકાગોમાં મેજર પાવરના નામે ઓળખાય છે તેમણે શીખ ગુરુદ્વારા સાહાબ પેલેટાઇન દ્વારા જે પૂણ્‍યનું કાર્ય કર્યુ તેની સરાહના કરી હતી. અને રાબેતા મુજબ લંગરની જે સામુહિક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ તેનો સૌએ લાભ લીધો હતો.

(9:43 pm IST)