એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th November 2019

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઇન્ડિયન અમેરિકન ડીન શ્રી નીતિન નોહરીઆ ૩૦ જુન ૨૦૨૦ના રોજ હોદા નિવૃત થશે

ન્યુયોર્કઃ વિશ્વ પ્રસિધ્ધ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઇન્ડિયન અમેરિકન ડીન શ્રી નીતિન નોહરીઆ ૨૦૨૦ની સાલમાં ૩૦ જુનના રોજ હોદા નિવૃત થશે.

સ્કૂલના ૧૦૨ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન ડીનના વિક્રમના સર્જક શ્રી નોહરીઆ એક દસકા સુધી સફળતા પૂર્વક ડીન તરીકે ફરજ બજાવી હોદજા ઉપરથી નિવૃતિ બાદ નવનિયુકત ડીનને સહાયક બની રહેશે. તેઓ ડીન બન્યા પહેલા આ સ્કૂલમાં વિવિધ હોદાઓ ઉપર ફરજ બજાવી ચૂકયા હતાં.

(7:10 pm IST)