News of Saturday, 12th October 2019
અમેરિકામાં ભારતીય ટેમ્પલ શેલ્ફન્ટ પેન્સિલ્વેનિઆ મુકામે આવતીકાલ રવિવારે શરદ પૂર્ણિમા ઉત્સવઃ લાઇવ બેન્ડ તથા નામાંકિત ગાયકો સાથે દાંડીયા રાસની રમઝટમાં જોડાવા તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ
શેલ્ફન્ટઃ યુ.એસ.માં ભારતીય ટેમ્પલ ૧૬૧૨, કાઉન્ટી લાઇન રોડ, શેલ્ફન્ટ પેન્સિલવેનિયા મુકામે આવતીકાલ ૧૩ ઓકટો ૨૦૧૯ રવિવારના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી નિમિતે સ્પેશીઅલ ગરબાનું આયોજન કરાયું છે જેનો સમય સાંજે ૭-૩૦ કલાકથી શરૂ થશે.
લાઇવ બેન્ડ તથા નામાંકિત ૩ ગાયકો સાથે રાસ ગરબા તથા દાંડીયા રાસની રમઝટમાં જોડાવા તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.
(9:56 pm IST)