એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th October 2018

યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ઉજવાઈ રહેલો " નવરાત્રી મહોત્સવ ": 18 ઓક્ટો સુધી થનારી ઉજવણી અંતર્ગત 17 ઓક્ટો બુધવારે હવન અષ્ટમી : 23 ઓક્ટો મંગળવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

મેરીલેન્ડ : યુ.એસ.માં શ્રી મંગલ મંદિર ૧૭૧૧૧, ન્યુ હેમ્પશાયર એવન્યુ સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ મુકામે ૧૦ ઓકટો. થી શરૂ થયેલો નવરાત્રી મહોત્સવ ૧૮ ઓકટો. ર૦૧૮ સુધી  ઉજવાશે. અષ્ટમી હવન ૧૭ ઓકટો. બુધવારના રોજ થશે. નવરાત્રિ મહોત્સવ અંતર્ગત રાસ ગરબાનો સમય શુક્રવાર અને શનિવારે રાત્રે થી ૧૧ વાગ્યાનો રહેશે. હવન અષ્ટમી ૧૭ ઓકટો બુધવારે તથા શરદ પૂર્ણિમા ર૩ ઓકટો મંગળવારે ઉજવાશે. અન્ય કાર્યક્રમો મુજબ CPR સર્ટિફિકેશન કોર્સ ૧૩ ઓકટો. ના રોજ યોજાશે જેનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરે ૧-૩૦ નો રહેશે. યુનાઇટેડ હિન્દુ એન્ડ જૈન ટેમ્પલ્સના ઉપક્રમે ૧૪ ઓકટો.ના રોજ સવારે ૧૧ વાગ્યાથી  રાત્રિના વાગ્યા સુધી દિવાલી મેલા ર૦૧૮ નું આયોજન કરાયુ છે. તેવું મંગલ મંદિરની યાદી જણાવે છે.

(9:41 pm IST)