એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 10th October 2018

''ન્યુ ઇનોવેટર એવોર્ડ'': અમેરિકાના ''નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (NIH)''દ્વારા ઘોષિત કરાયેલો એવોર્ડઃ બાયો મેડિકલ સાયન્સ ક્ષેત્રે પસંદ કરાયેલા ૫૮ વૈજ્ઞાનિકોમાં ૬ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થાન મેળવ્યું

વોશીંગ્ટનઃ યુ.એસ.માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (NIH) દ્વારા ૨ ઓકટો.ના રોજ ઘોષિત કરાયેલ ''ન્યુ ઇનોવેટર એવોર્ડ'' માટે ૬ ભારતીય વૈજ્ઞાનિકોને પસંદ કરાયા છે.

બાયોમેડિકલ સાયન્સ ક્ષેત્રે નવા સંશોધન માટે પસંદ કરાયેલા ૫૮ વૈજ્ઞાનિકોમાં સમાવિષ્ટ ભારતીય વૈજ્ઞાનિકોમાં ડો.રાજન જૈન ડો. પ્રશાંત મિશ્રા,શ્રી મેઘા એમ.પાઠક, શ્રી શ્રીવંસ્તન રામન, શ્રીમનીષ સાગર, તથા શ્રી રાજુ ટોમરનો સમાવેશ થાય છે. આ તમામ કુલ ૫૮ વૈજ્ઞાનિકોને પાંચ વર્ષ માટે ૨૮૨ મિલીયન ડોલરની ગ્રાન્ટ અપાશે.

(9:13 pm IST)