News of Wednesday, 10th October 2018
ઇન્ડિયન અમેરિકન આંત્રપ્રિનીયર મહિલા સુશ્રી સુચિત્રા કામઠને 'રાઇઝીંગ સ્ટાર એવોર્ડ': ન્યુજર્સીના આર્થિક તથા સામાજીક વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ કરાયેલી કદર
ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન આંત્રપ્રિનીયર મહિલા સુશ્રી સુચિત્રા કામઠને 'રાઇઝીંગ સ્ટાર એવોર્ડ' એનાયત કરાયો છે.
ન્યુજર્સીના એડિસનમાં મિનીટમેન પ્રેસ ફ્રેન્ચાઇઝી ધરાવતા આ મહિલાને એશિયન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે ૨૬ સપ્ટે. ૨૦૧૮ના રોજ મોનમાઉથ જંકશન ખાતે યોજાયેલ ૬ઠ્ઠા વાર્ષિક ન્યુજર્સી ઇમીગ્રન્ટ એન્ટ્રીપ્રિનીયર એવોર્ડ પ્રોગ્રામ અંતર્ગત રાઇઝીંગ સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જે ન્યુજર્સીના આર્થિક તથા સામાજીક વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ બહુમાન કરાયું હતું.
સુશ્રી સુચિત્રા આ અગાઉ ૨૦૧૭ની સાલમાં 'ટોપ એચિવમેન્ટ ઇન માર્કેટીંગ' એવોર્ડ મેળવી ચૂકયા છે.
(8:56 am IST)