News of Tuesday, 9th October 2018
અમેરિકામાં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે 12 ઓક્ટો ના રોજ રાસ ગરબાનું આયોજન : જયશ્રી ગોહિલ એન્ડ પાર્ટી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે
કેલિફોર્નિયા :યુ.એસ.માં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આગામી 12 ઓક્ટો ના રોજ નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરાયું છે.જેની ઉજવણીમાં જયશ્રી ગોહીલ એન્ડ પાર્ટી જોડાશે.દાંડિયા તથા સ્નેક્સ વેચાતા મળી શકશે.
વુડબ્રિજ હાઈસ્કૂલ,2 મિડૉબ્રુક,ઇરવિન કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય સાંજના 7-30 કલાકનો રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:06 pm IST)