News of Monday, 8th October 2018
મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ : ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમાન્ડે ભારતની યુવતી ઈશા બહલને એક દિવસ માટે બ્રિટનની રાજદૂત બનાવી
ન્યુદિલ્હી :આગામી 11 ઓક્ટો ના રોજ ઉજ્વાનારા આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસને અનુલક્ષીને ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનના ઉપક્રમે 18 થી 23 વર્ષની વય વચ્ચેની યુવતીઓ માટે પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું.જેમાં નોઈડા ખાતેની યુનિવર્સીટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતી યુવતી ઈશા બહલની પસંદગી એક દિવસીય રાજદૂત તરીકે થઇ હતી.જેણે આજ સોમવારે બ્રિટનના રાજદૂત તરીકે કામ કરવાનો રોમાન્સ માણ્યો હતો.સ્પર્ધામાં 58 યુવતીઓએ ભાગ લીધો હતો.
(10:24 pm IST)