News of Monday, 8th October 2018
ઓસ્ટ્રેલિયામાં રાસ ગરબાની રમઝટ : પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયાના ઉપક્રમે 6 ઓક્ટો ના રોજ યોજાયેલ ગરબા નાઈટમાં 2500 જેટલા લોકો ઉમટી પડ્યા
વિક્ટોરિયા :ઓસ્ટ્રેલિયામાં પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયાના ઉપક્રમે તાજેતરમાં 6 ઓક્ટો.ના રોજ ગરબા નાઇટનું આયોજન કરાયું હતું.જેમાં તમામ માટે વિના મુલ્યે પ્રવેશ હતો. પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયા દ્વારા 5 વર્ષથી આ પ્રકારે ગરબાનું આયોજન થાય છે. આ વર્ષે યોજાયેલી ઇવેન્ટમાં 2500 જેટલાં લોકોએ ગરબામાં ભાગ લીધો હતો.
પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયામાં અહીંયા વસતા સ્ટુડન્ટ્સ, ગુજરાત અને ભારતના નવા ઇમિગ્રન્ટ થયેલા લોકો માટે હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માટે જરૂરી માર્ગદર્શન પણ પાટીદાર સમાજ દ્વારા પુરૂં પાડવામાં આવે છે.
(10:23 pm IST)