એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 12th September 2019

મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ચાલાન બાબતે વિવાદ વકર્યો : લોકોની ભીડને કાબુ કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો

સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી તરત જ ટ્રાફિક પોલીસે નવા નિયમમેમો ફાળવણી વાત કરતા મામલો બિચકયો

 

બિહારના પટનામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા અને ટ્રાફિક પોલીસ સાથે વિવાદ એટલો બધો વકરી ગયો તે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પટનામાં બપોરે એક વાગ્યે એક ફરજ પર રહેલાં ટ્રાફિક પોલીસે મહિલા જે કારને લઈને જઈ રહી તેને રોકી. સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી તરત ટ્રાફિક પોલીસે નવા નિયમ ચલણ કાપવાની વાત કરી. વાત બાદ મહિલા ઉશ્કેરાઈ અને તેના લીધે આજુબાજુના લોકો આવી ગયા. ઝઘડો વધવા લાગ્યો અને જોતજોતામાં ભીડને કાબૂ કરવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

(10:33 pm IST)