એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 7th September 2019

પિડીયાટ્રીક કેન્સર સંશોધન માટે ઇન્ડિયન અમેરિકન તરૂણી ઇશિતા ભટ્ટાચાર્યનું અભિયાનઃ કથ્થક ડાન્સ કલાના માધ્યમથી ફંડ ભેગુ કરી જીવલેણ રોગને નાથવાનો પ્રયાસ

કેલિફોર્નિયાઃ પોતાના અંગત સ્નેહીજનોને પિડીયાટ્રીક કેન્સરનો ભોગ બનાવથી મોતને ભેટેલા જોઇને ઇન્ડિયન અમેરિકન તરૂણી ૧૭ વર્ષીય ઇશિતા ભટ્ટાચાર્યને જીવલેણ રોગ થતો અટકાવવા સંશોધન માટે ફંડ ભેગુ કરવાનો નિર્ધાર કર્યો. જે માટે તેણે પોતાની કથ્થકડાન્સ કલાના માધ્યમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે.

કેલિફોર્નિયાના લેકવુડમાં આવેલી સાઉથ ટોરેન્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતિએ પોતાની વિચારધારાને મળતા તથા કોમ્યુનીટી માટે કંઇક કરી  છુટવા માંગતા ૪૫ લોકોની ટીમ બનાવી તેને અમેરિકન કેન્સર સોસાયટી GOLDTOGETHER પિડીયાટ્રીક કેન્સર રિસર્ચના માધ્યમથી ડાન્સ પ્રોગ્રામ રજુ કરી ફંડ ભેગુ કરે છે જેને કોમ્યુનીટી તરફથી સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યો છે. તેવું જાણવા મળે છે.

(9:00 pm IST)