એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 7th September 2019

સુપ્રતિષ્ઠિત સ્લેવિન ફેલોશીપ માટે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રોહન શાહની પસંદગી

પ્રિન્સેટોનઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન અન્ડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ રોહન શાહની પસંદગી સ્લેવિન ફેલોશીપ માટે થઇ છે.

સ્લેવિન ફેમિલી ફાઉન્ડેશનએ ફેલોશીપ માટે પસંદ કરેલા ૨૬ ફેલોમાં તેમણે સ્થાન મેળવ્યું છે. તેઓ પ્રિન્સેટોન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીના રોહન શાહ સહિત ૨ સ્ટુડન્ટસ સ્લેવિન ફેલોશીપ માટે પસંદ થયા છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્યમ તથા વ્યાવસાયિક પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા સ્લેવિન ફેલોશીપ આપવામાં આવે છે. જેમાં લાઇફ સાયન્સ, મટીરીઅલ સાયન્સ સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

(8:59 pm IST)