એન. આર. આઈ. સમાચાર
News of Friday, 6th September 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની અલભ્ય વસ્તુઓનું પ્રદર્શન યોજાયું : પિત્તળનો જગ ,કમંડળ ,ગાગર ,ગુરૂમુખી ,સહિતની દુર્લભ વસ્તુઓ સાથે શીખ ઇતિહાસના નિદર્શનથી દર્શકો ભાવવિભોર

પાકોઇમા,કેલિફોર્નિયા : અમેરિકાના પાકોઇમા,કેલિફોર્નિયા મુકામે ખાલસા કેર ફાઉન્ડેશન ખાતે 24 ઓગસ્ટ 2019  ના રોજ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની અલભ્ય વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું જેમાં  પિત્તળનો જગ ,કમંડળ ,ગાગર ,ગુરૂમુખી ,સહિતની દુર્લભ ચીજો મુકાઈ હતી જે શીખ સામ્રાજ્ય તથા શીખોના જાજરમાન ઇતિહાસની ઝાંખી સમાન હતું  જેને જોઈને દર્શકો ભાવવિભોર થઇ ગયા હતા

પ્રદર્શનમાં શ્રી ગુરુ નાનક દેવ સેવા સોસાયટી ઇન્ટરનેશનલના પ્રેસિડન્ટ સરદાર મનજીત સિંઘ ખાલસાએ અમુક દુર્લભ વસ્તુઓ પુરી પાડી હતી. જેમાં પુરાતન ગ્રંથ પંજ પોથી સહિતની વસ્તુઓનો સમાવેશ થતો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:18 pm IST)