એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th July 2019

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ 13 જુલાઈ શનિવાર તથા 14 જુલાઈ રવિવારના રોજ શીખર આરોહણ મહોત્સવ : પાટોત્સવ, ધ્વજાજી પૂજન, કળશ પૂજા, શિખર પૂજા, હવન, સહિતના કાર્યક્રમો યોજાશે

મેરીલેન્ડ : અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ 13 જુલાઈ શનિવાર તથા 14 જુલાઈ રવિવારના રોજ શીખર આરોહણ મહોત્સવનું આયોજન કરાયું છે.

બે દિવસીય ઉજવણી અંતર્ગત આવતીકાલ 13 જુલાઈ શનિવારના રોજ સવારે 7-30 થી બપોરે 12-30 દરમિયાન મંગળા આરતી ,પાટોત્સવ ,ભજન ,લોટી પૂજા ,તથા ધ્વજાજી પૂજા કરાશે બાદમાં લંચનું આયોજન કરાયું છે.બપોર પછી શિખર પૂજા સાથે 4 થી 7 વાગ્યા દરમિયાન હવન કરાશે બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

14 જુલાઈ રવિવારે બપોરે 3-30 થી સાંજે 6-30 દરમિયાન મુખ્ય કળશ પૂજા તથા વેદિક મંત્રોચ્ચાર સાથે હવન કરાશે તથા મુખ્ય કળશનું  સાંજે 6-30 થી 7-30 વાગ્યા દરમિયાન શિખર ઉપર આરોહણ કરાશે બાદમાં નાના કળશમાં પવિત્ર જલ સાથે શોભાયાત્રા નીકળશે તથા આ પવિત્ર જલ  મુખ્ય કળશમાં પધરાવાશે બાદમાં આરતી થશે ત્યારબાદ ડિનરનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે www.mangalmandir.org/shikhar દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:03 pm IST)