એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 11th July 2019

યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં ધરતીકંપથી અસરગ્રસ્તોની વહારે ઇન્ડિયન અમેરિકન હોટેલીયર્સ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં ૫ જુલાઇ ૨૦૧૯ના રોજ ૭.૧ની તીવ્રતાના ધરતીકંપએ મચાવેલા હાહાકારથી અસરગ્રસ્ત ૨૦૦ જેટલા લોકોને મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સની ટીમએ તાત્કાલિક કુમક શરૂ કરી દીધી હતી. જેમાં શ્રી ધર્મેશ (દાન) પટેલ તથા શ્રી શૈલેષ શાહ સહિતનાઓનો સમાવેશ થતો હતો. તેમણે સૌપ્રથમ શારિરીક રીતે અક્ષમ હોય તેવા અસરગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.તેવું  સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)