News of Wednesday, 10th July 2019
વિદેશોમાં વસતા ભારતીયોએ ભારતની બેંકોમાં મુકેલી ડિપોઝીટ અધધ...130.4 બિલિયન ડોલર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ
મુંબઈ : વિદેશોમાં વસતા ભારતીયોએ ભારતની બેંકોમાં મુકેલી ડિપોઝીટ અધધ...130.4 બિલિયન ડોલર જેટલી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.જોકે તાજેતરમાં ટૂંકા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો થતા આ ડિપોઝીટ ઘટી જવાની શક્યતા છે કારણકે વિદેશમાં વસતા ભારતીયો ટૂંકા ગાળા માટે ડિપોઝીટ મુકવાનું વધુ પસંદ કરે છે.તેવું જાણકારોનું મંતવ્ય હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:36 pm IST)