એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 10th July 2019

પિન્ક સીટી તરીકે ઓળખાતી ઐતિહાસિક નગરી જયપુરને" વર્લ્ડ હેરિટેજ સાઈટ " તરીકે સ્થાન : UNESCO એ ટવીટરના માધ્યમથી કરેલી ઘોષણાં

જયપુર : રાજસ્થાનમાં આવેલા પિન્ક સીટી તરીકે સુવિખ્યાત ઐતિહાસિક શહેર જયપુરને UNESCO એ ટવીટરના માધ્યમથી કરેલી ઘોષણાં મુજબ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન આપ્યું છે.

UNESCO ના 20 જૂનથી 10 જુલાઈ દરમિયાન મળેલા 43 માં સેશનમાં વર્લ્ડ હેરિટેજ કમિટીએ ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કમિટીએ 2015 ની સાલમાં UNESCO સમક્ષ આ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવા દરખાસ્ત મૂકી હતી.

(12:28 pm IST)