એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th July 2019

અમેરીકામાં જૈનાના પ્રમુખપદે મહેશભાઇ વાધરની નિયુકિત

રાજકોટઃ તા.૯, અમેરીકામાં વિવિધ જૈન સેન્ટરોનું પ્રતિનિધિત્વ ધરાવનાર જૈનાના દ્વિ-વાર્ષિક સંમેલનમાં ૩ હજારથી વધુ ભાવિકોની હાજરીમાં આગામી બે વર્ષ માટે મહેશભાઇ જે. વાધરની નિયુકતી  થવા પામેલ છે.

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના મગનલાલ પોપટલાલ મણીયારના જમાઇ થાય છે. મહેશભાઇના દરેક કાર્યમાં શ્રીમતી ઉષા વાધર સદાયે સહભાગી બની રહયા છે. તાજેતરમાં રાજકોટમાં પૂ.શ્રી ધીરગુરૃદેવની નિશ્રામાં ઉજવાયેલ વરસીતપ પારણામાં વૈયાવચ્ચનો લાભ લીધેલ.

જૈનાના સંમેલનમાં સુશ્રી તરલા દોશી ચંદનાજી, રાકેશભાઇ ઝવેરી, જગ્ગી મહારાજ, લોકેશજી વગેરે ૮૦ જેટલા વકતાઓની હાજરી હતી. તસ્વીરમાં જૈનાના પૂર્વ પ્રમુખ કિરીટ દફતરી, વર્લ્ડ રીલીઝીયસ પાર્લામેન્ટના કીટ ગાવા, મહેશ વાધર અને શ્રીમતી ઉષા વાધર નજરે પડે છે.

(2:11 pm IST)