એન. આર. આઈ. સમાચાર
News of Monday, 8th July 2019

અમેરિકામાં ન્યુજર્સી મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો : યમદંડ કથા પારાયણનું આયોજન કરાયું : વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજીએ હાજરી આપી આશિર્વચન પાઠવ્યા

વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય પ.પૂ.ધ.ધુ.1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા સહ આશીર્વાદથી ન્યુજર્સી શહેરની શાન સમાન અને ધાર્મિક સાથે સામાજિક પ્રવૃત્તિ કરતુ શ્રી સ્વામિનારાયણ મંદિર (શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ)નો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ઉજાવ્યો હતો જે અંતર્ગત યમદંડ કથા પારાયણનું આયોજન તા. 12 જૂન થી 16 જૂન દરમ્યાન કરાયું હતું જેના વકતાપદે  સરધારના પૂર્ણસ્વરૂપદાસજી સ્વામી બિરાજી સંગીતના કલરવ સાથે કથાનું પાંચ દિવસ સુધી શ્રાવણ કરાવ્યું હતું અને સાથે સાથે સોનામાં સુગંધ ભલે તેવી રીતે વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી દર્શન અને આશીર્વચનનો દિવ્ય લાભ આપ્યો હતો...

અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં રહેતા હિન્દુઓની આસ્થાનું પ્રતીક આ  મંદિર સર્વધર્મ નો સંદેશ આપે છે તેમાં શ્રી લક્ષ્મીનારાયણ , શ્રી સીતારામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી શિવ પરિવાર, શ્રી નરનારાયણ અને તિરૂપતિ બાલાજી એમ સર્વ દેવો પધરાવવામાં આવ્યા છે. અમેરિકામા રહીને પણ ભારતીયો પોતાની સંસ્કૃતિને ના ભૂલે તે માટે ઉત્સવો બાળકો માટે સ્પે ક્લચર ક્લચર કલાસ ચલાવવામા આવે છે, ઉપરાંત દરેકે ભારતીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે

 

ઉત્સવ દરમ્યાન દેવોનો અભિષેક રાસ ઉત્સવ  અન્નકૂટ ઉત્સવ જેવા આયોજનો સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયુ હતું જેમાં 500 જેટલી બોટલ રક્તદાન એકત્ર થયું છે, અને મંદિરના આગામી પ્રોજેક્ટમાં 1.નિવૃત વડીલો મંદિરે દરરોજ  સવારથી સાંજ સુધી રહી શકે તેવી વ્યવસ્થા કરવી અને 2. નીલકંઠ યાત્રા દર્શન પાર ઓડિયો -વિઝ્યુઅલ સહિતનું પ્રદર્શન તૈયાર કરવું તેવું શ્રી પિયુષ બોઘાણીની યાદી જણાવે છે.

(8:19 pm IST)