એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th July 2018

ભારતના પંજાબથી કેનેડા આવતા વિદ્યાર્થીઓ ઓછા વળતરથી ઓવરટાઇમ કરી અમારી રોજીરોટી છીનવી રહ્યા છે : સ્થાનિક પ્રજાજનોની વ્યથા : શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્થાનિક લોકો અમારો ઉપયોગ દુઝણી ગાય તરીકે કરી રહ્યા છે : વિદેશથી આવતા સ્ટુડન્ટસની વ્યથા : કેનેડાના બ્રેમ્પટોનમાં વિદેશી વિદ્યાર્થીઓ તથા સ્થાનિક પ્રજાજનો વચ્ચે ઘર્ષણ

ઓન્ટારીઓ : તાજેતરમાં કેનેડાના બ્રેમ્પટોનમાં આવેલા ટાઉનહોલમાં સ્થાનિક  પ્રજાજનો તથા મ્યુનિસિપલ સત્તાવાળાઓ વચ્ચે મીટીંગ યોજાઇ હતી. જેમાં ઇન્ડિયન કોમ્યુનીટી તથા સ્ટુડન્ટસ વચ્ચે થતા ઘર્ષણની ચર્ચા કરવામાં આવી હતી.

આ ચર્ચામા જણાવાયા મુજબ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ જ માત્ર સંઘર્ષ માટે જવાબદાર નથી. આ વિદેશી વિદ્યાર્થીઓના મતે શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્થાનિક પ્રજાજનો કમાણી કરવા માટે તેઓનો દુઝણી ગાય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સામે પક્ષે સ્થાનિક પ્રજાજનોના જણાવ્યા મુજબ આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયના સમયમાં ઓવરટાઇમ કરી અમારી રોજી રોટી છીનવી રહ્યા છે.

આથી બ્રેમ્પટોન સ્થિત શ્રી અભિનવ પટેલએ પ્રાઇમ મિનીસ્ટર જસ્ટીન ટ્રુડોને પત્ર લખી આ માટે ભારતના અને ખાસ કરીને પંજાબથી આવતા સ્ટુડન્ટસ કે જેઓ ઓન્ટારીઓ, અલ્બેર્ટા, તથા બ્રિટીશ કોલમ્બીઆ સહિતના વિસ્તારમાં નિવાસ કરે છે તેઓ ઓછા વળતરથી  ૨૦ કલાક સુધી કામ કરી અમારી રોજીરોટી છીનવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.

(5:30 pm IST)