પ્રડેન્શીઅલ સ્પિરિટ ઓફ કોમ્પ્યુનીટી એવોર્ડઃ અમેરિકામાં વોલન્ટીઅર્સ તરીકે સેવાઓ આપતા યુવા સમુહને અપાતો એવોર્ડઃ સ્ટેટ દીઠ પસંદ કરાયેલા ૧૦૦ એવોર્ડ વિજેતાઓમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ
વોશીંગ્ટન ડીસીઃ અમેરિકામાં વોલન્ટીઅર્સ તરીકે સેવાઓ આપતા તથા અન્યોને પ્રોત્સાહિત કરતા યુવા સમુહને સ્ટેટ દીઠ પસંદ કરી ૧૯૯૫ની સાલથી અપાતા ‘‘પ્રુડેન્શીઅલ સ્પિરિટ ઓફ કોમ્યુનીટી એવોર્ડ'' માટે સતત ૨૩મા વર્ષે પસંદ કરાયેલા એવોર્ડ વિજેતાઓમાં ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓએ સ્થાન મેળવતા તાજેતરમાં વોશીંગ્ટન ડી સી મુકામે તમામ વિજેતાઓને સિલ્વર એવોર્ડ એનાયત કરાયા હતા. ઉપરાંત એક હજાર ડોલરનું ઇનામ તથા ૪ દિવસની વોશીંગ્ટન ડીસીની ટ્રીપનો લાભ અપાયો હતો.
ફેબ્રુ.૨૦૧૮માં જાહેર કરાયેલા સ્ટેટ દીઠ એવોર્ડ વિજેતાઓને નવાજવા માટે વોશીંગ્ટન ડીસી મુકામે યોજાયેલા આ પ્રોગ્રામમાં શામેલ થયેલા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસમાં આદિત્ય સિદાપરા, શિવાની અર્વાપલ્લી, વાણી શર્મા, અંજલિ ચઢા, શ્રેય પોથીની, તથા પ્રણીથ આલ્લાનો સમાવેશ થાય છે.
એવોર્ડ વિતરણ સમારંભ બાદ સ્મીથસન નેશનલ મ્યુઝીયમ ખાતે ગાલા ડીનરનું આયોજન કરાયું હતું.