એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th April 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી રાકેશ ગુપ્તાને IEEE એમ્સી ડોવેલ એવોર્ડ એનાયતઃ માઇક્રોઇલેકટ્રોનિક તથા સાઇબર ફિઝીકલ સિસ્ટમ્સ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ બહુમાન

કેલિફોર્નિયા : અમેરિકાની  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગો ખાતેના કોમ્પ્યુટર સાયન્સ  એન્ડ એન્જીનીયરીંગ પ્રોફેસર શ્રી રાજેશ ગુપ્તાને IEEE  એમ્સી ડોવેલ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ  એન્ડ ઇલેકટ્રોનિકસ એન્જીનીયર્સ કોમ્પ્યૂટર સોસાયટીના ઉપક્રમે ર૦૧૯ ની સાલના એમ્સી ડોવેલ એવોર્ડ માટે પસંદ કરાયેલા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી રાજેશ ગુપ્તાને તેમના માઇક્રો ઇલેકટ્રોનિક સિસ્ટમ ઓન ચિપ તથા સાઇબર ફિજીકલ સિસ્ટમ્સ માટે પસંદ કરાયા છે. જે બદલ શ્રી ગુપ્તાએ  રોમાંચ તથા આનંદ વ્યકત કર્યો હતો.

શ્રી રાકેશ ગુપ્તાએ આઇ.આઇ.ટી. કાનપુરમાંથી બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ ડિગ્રી મેળવેલ છે. તથા કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી, તેમજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

(12:00 am IST)