એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th April 2019

પાસપોર્ટ રદ કરી શકાય નહીં ,કે પાછો ખેંચી શકાય નહીં : FEMA હેઠળ તપાસનીસ એજન્સી સમક્ષ રૂબરૂ હાજર ન રહેનાર NRI જુનેદ ઇકબાલ મોહમદ મેમણની દલીલ માન્ય રાખતી દિલ્હી હાઇકોર્ટ : એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટએ FERA હેઠળ રદ કરેલો પાસપોર્ટ FEMA ને લાગુ પડતો નથી : ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( FEMA ) અને ફોરેન એક્ષચેન્જ રેગ્યુલેશન એક્ટ ( FERA ) બંનેની જોગવાઈઓ અલગ છે: સિંગલ જજ બેન્ચના જસ્ટિસ શ્રી વિભુ બાખરુનો ચુકાદો

ન્યુદિલ્હી : FEMA  હેઠળ તપાસનીસ  એજન્સી સમક્ષ રૂબરૂ  હાજર ન રહેનાર યુ.એ.ઇ.ના નાગરિક  NRI જુનેદ ઇકબાલ મોહમદ મેમણનો પાસપોર્ટ રદ કરી પાછો ખેંચાતા તેમણે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી જેમાં જણાવાયા મુજબ પોતે એન.આર.આઇ.હોવાથી તેમને  FERA લાગુ પડતો નથી તેમજ  FEMA  હેઠળ તેમનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી.જેના અનુસંધાને દિલ્હી હાઇકોર્ટ  સિંગલ જજ બેન્ચના જસ્ટિસ શ્રી વિભુ બાખરુએ ફરમાવેલ ચુકાદા મુજબ  ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( FEMA ) અને  ફોરેન એક્ષચેન્જ રેગ્યુલેશન એક્ટ ( FERA ) બંનેની જોગવાઈઓ અલગ છે તેથી અરજદારનો એન્ફોર્સ ડિપાર્ટમેન્ટએ  FEMA  હેઠળ રદ કરાવેલો પાસપોર્ટ રદ કરવાને પાત્ર નથી.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)