એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th February 2019

પેપ્સીકોના પૂર્વ ceo ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઇન્દ્રા નુયીની CBRCમાં બોર્ડમાં નિમણુંકઃ કનેકટીકટ સ્ટેના આર્થિક વિકાસ માટે સલાહ સૂચન કરશે

કનેકટીકટઃ અમેરિકાના કનેકટીકટ સ્ટેટના આર્થિક વિકાસના આયોજન માટેના CBRC બોર્ડ ઓપ ડીરેકટર્સમાં ગવર્નરે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઇન્દ્રા નુયીની નિમણુંક કરી છે.

પેપ્સીકોના પૂર્વ ceo સુશ્રી નુયી સ્ટેટના આર્થિક વિકાસ માટે લાંબા ગાળાની નીતિ રીતિઓ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન સહિતની બાબતે સલાહ સૂચનો કરશે.

ઉપરાંત ગોલ્ડમેન સચ્સના પાર્ટનર શ્રી ડેવિડ લેહમનને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ કોમ્યુનીટી ડેવલપમેન્ટ કમિશ્નર બનાવાયા છે. જેઓ ગવર્નરના સિનીયર ઇકોનોમિક એડવાઇઝર તરીકે તથા ઉપરોકત બંને હોદા ઉપર કામગીરી સંભાળશે.

(8:05 pm IST)