News of Tuesday, 12th February 2019
અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડની સત્તાવાર ઘોષણાં: વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજીત કરવા હવે સાત ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
હવાઇઃ અમેરિકાના પ્રેસિડન્ટ પદની ૨૦૨૦ની સાલમાં યોજાનારી ચૂંટણી લડવાની ભારતીય મૂળના કોંગ્રેસવુમન ૩૭ વર્ષીય સુશ્રી તુલસી ગબ્બાર્ડએ સત્તાવાર ઘોષણાં કરી છે.
વર્તમાન પ્રેસિડન્ટ રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા સુશ્રી તુલસીએ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સત્તાવાર ઘોષણાં કરતા હવે આ પાર્ટીમાં સાત ઉમેદવારો પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી લડવા ઘોષણાં કરી ચૂકયા છે. જેમાં ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા ૫૪ વર્ષીય સુશ્રી કમલા હેરિસનો પણ સમાવેશ થાય છે.
(8:02 pm IST)