એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th February 2019

'' અહો આશ્ચર્યમ '' : નાગરિકો ઉપર ટેકસ નાખવામાં કોઇ વસ્તુુ બાકી ન રહેતા હવે '' વરસાદ ઉપર ટેકસ'' અમેરિકાના ન્યુજર્સીમાં ''રેઇન ટેકસ'' લદાવાની તૈયારી : ડેમોક્રેટ ગવર્નર ફિલીપ મરફીના આ નવા ગતકડાથી રિપબ્લીકન આગેવાનો તથા મધ્યમવર્ગીય પ્રજાજનો કોપાયમાન

ન્યુજર્સી :  અમેરિકામાં સૌથી વધુ ટેકસ ઉઘરાવતા સ્ટેટસ માંહેના એક ન્યુજર્સીમાં 'રેઇન ટેકસ'  લાદવાનું ગવર્નર ફિલીપ વિચારી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

યુ.એસ.ના સૌથી વધુ ટેકસ ઉઘરાવનાર સ્ટેટ તરીકે ૯મો નંબર ધરાવતા ન્યુજર્સીના નાગરિકો માથે હજુ વધુ બોજો ઝીંકાવાની શકયતા ઉભી થતા મધ્યમ વર્ગના પ્રજાજનો કોપાયમાન થવા લાગ્યા છે.

ગયા મહિને  નવા ટેકસ લાદતુંં વિલ પાસ થઇ ગયુ છે. જેને ગવર્નર મરફીની સહી બાદ કાયદેસરનું સ્વરૃપ મળશે. આ નવા ટેકસીસ વિરૃદ્ધ સ્ટેટ રિપબ્લીકન પાર્ટી અગ્રણીઓએ  વિરોધ નોંધાવ્યો છે તેવુ ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે.

આ અગ્રણીઓએ જણાવ્યા મુજબ સ્ટેટમાં કોઇપણ વસ્તુ ટેકસમાંથી બાકાત નથી રહી, ત્યારે આ રેઇન ઉપર ટેકસ નાખવાનું ગતકડું લોકોને કોપાયમાન તથા નારાજ કરનારું છે.

(9:03 pm IST)