એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th February 2019

બહુમાળી બિલ્ડીંગના સાતમા માળેથી નીચે પટકાતા ભારતીય મૂળના મજુરનું મોતઃ UAEમાં પેટીયુ રળવા ગયેલા કેરળના વતની ૩૨ વર્ષીય યુવાન ગોપકુમારનો મૃતદેહ ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલાયો

દુબઇઃ યુ.એ.ઇ.માં બની રહેલા બહુમાળી બિલ્ડીંગના સાતમા માળેથી નીચે પટકાતા ભારતીય મૂળના ૩૨ વર્ષીય મજુર કેરળના વતની ગોપકુમારનું મોત થયું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તેની ખોપરી ફાટી જતા તે મૃત્યુ પામ્યો છે. તેના મૃતદેહને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:34 pm IST)