એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th February 2019

શીખ અમેરિકન હોબોકેન મેયર શ્રી રવિ ભલ્લા બીજી ટર્મમાં પણ ચૂંટણી લડવા કટિબધ્ધઃ અત્યાર સુધીમાં ૮૧ હજાર ડોલરનું ચૂંટણી ભેડ ભેગુ થઇ ગયું: હોબોકેન ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી પણ ફંડનો ધોધ

હોબોકેનઃ યુ.એસ.માં હોબોકેન મેયર તરીકે સૌપ્રથમ શીખ અમેરિકનનો વિક્રમ ધરાવતા શ્રી રવિ ભલ્લાએ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યુ છે. જે માટે તેમણે શરૂ કરેલા ફંડ રેઇઝીંક  કમ્પેનમાં ૮૧ હજાર ડોલર ભેગા થઇ ગયા છે. જેમાં હોબોકેન ઉપરાંત બહારના વિસ્તારોમાં વસતા નાગરિકોનું પણ યોગદાન છે. જે તેમની મેયર તરીકેની યુ.એસ.માં લોકપ્રિયતા દર્શાવે છે.

તેઓ નવેં.૨૦૧૭માં ૬ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં વિજયી બની ચૂંટાઇ આવ્યા હતા. હવે આગામી ૨૦૨૦ની સાલમાં સ્પર્ધામાં વધારો થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)