એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th February 2019

''નોટ કવાએટ,નોટ વ્હાઇટ'': ઇન્ડિયન અમેરિકન મહિલા લેખિકા સુશ્રી શર્મિલા સેન લિખિત પુસ્તકની ''એશિઅન/પેસિફીક અમેરિકન એવોર્ડ ૨૦૧૯'' માટે પસંદગીઃ વોશીંગ્ટન ડીસી મુકામે લેખિકાને એવોર્ડ આપી સન્માન કરાશે

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન મહિલા લેખિકા સુશ્રી શર્મિલા સેનની પસંદગી ૨૦૧૯ની સાલના એશિઅન/પેસિફીક અમેરિકન એવોર્ડ માટે થઇ છે. જે પુખ્ત વયના લેખકોને નોન ફિકશન કેટેગરી (સત્ય ઘટના ઉપર આધારિત) માટે આપવામાં આવે છે.

આ એવોર્ડ તેઓને ''નોટ કવાએટ નોટ વ્હાઇટઃ લુઝીંગ એન્ડ ફાઇન્ડીંગ રેસ ઇન અમેરિકા'' પુસ્તક લખવા બદલ આપવાનું નક્કી કરાયું છે.

સુશ્રી સેન લિખિત પુસ્તકમાં જુદી જુદી જાતિઓ, તેમના ધર્મો, સંસ્કૃતિ, પરિવાર, શૈક્ષણિક પશ્ચાદ ભૂમિકા, હિન્દુ ફિલોસોફી, ભારતીય રાજકારણ, બ્રિટન તથા અમેરિકાનું સાહિત્ય, અમેરિકન ટેલિવીઝન સહિતની બાબતોના પોતાના અનુભવોનું વર્ણન કરાયું છે.

એવોર્ડ વોશીંગ્ટન ડીસી મુકામે અમેરિકન લાયબ્રેરી એશોશિએશનની વાર્ષિક કોન્ફરરન્સ પ્રસંગે એનાયત કરાશે.

(9:32 pm IST)