એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th February 2019

ભારતમાંથી દત્તક લીધેલી 3 વર્ષની માસુમ બાળકી શેરીન મેથ્યુ હત્યા કેસ : આરોપી પાલક માતા પિતાની અલગ અલગ જુબાની લેવા યુ.એસ. કોર્ટનો હુકમ

ટેક્સાસ : ભારતમાંથી દત્તક લીધેલી 3 વર્ષીય બાલિકા શેરીન મેથ્યુની હત્યા નિપજાવવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન દંપતી વેસ્લી તથા સીની મેથ્યુ વિરુધ્ધ ચાલી રહેલા કોર્ટ કેસ અંતર્ગત નામદાર જજએ પતિ પત્નીની અલગ અલગ જુબાની લેવાનો હુકમ કર્યો છે.

2016 ની સાલમાં ભારતમાંથી દત્તક લીધેલી 3 વર્ષીય બાલિકા શેરીનનો મૃતદેહ 22 ઓક્ટો 2017 ના રોજ  તેના પાલક પિતા વેસ્લી  તથા માતા  સીની મેથ્યુના નિવાસ સ્થાન રિચાર્ડસન ટેક્સાસ  નજીકથી મળી આવ્યો હતો.જેમણે શેરીન ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ શેરીનનું મૃત્યુ તેને મરણતોલ માર મારવાથી થયું હતું તેમજ તેણે દૂધ પીવાનો ઇન્કાર કરતા રાત્રે 3 વાગ્યે ઘર બહાર આવેલી નિર્જન જગ્યાએ છોડી દેવાઈ હતી.જે અંગે વેસ્લી મેથ્યુ   ઉપર શેરીનને મરણતોલ માર મારવાનો આરોપ લગાવાયો છે.જે માટે તેને આજીવન કેદની સજા થઇ શકે છે.જયારે સીની મેથ્યુ શેરીનની પાલક માતા ઉપર આ બાલિકાનો ત્યાગ કરી દેવાનો આરોપ લગાવાયો છે.જે માટે તેને 2 થી 20 વર્ષની સજા થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:12 pm IST)