એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 7th February 2019

''હેરીટેજ ઇન્ડિયા'': અમેરિકામાં વસતા ભારતીય પરિવારોની ભાવિ પેઢીને વતનના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાથી સજજ કરવા નોનપ્રોફિટ ઇન્ડિયાસ્પોરાના ઉપક્રમે લોંચીંગ કરાયેલો પ્રોગ્રામઃ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેની વયના સ્ટુડન્ટસને ભારતનો પ્રવાસ કરવાશેઃ અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુ.૨૦૧૯

ઇન્યિાનાઃ અમેરિકામાં વસતા ભારતીય પરિવારોની ભાવિ પેઢીને વતનના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાથી સજજ કરવા યુ.એસ.સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન Indiaspora એ Heritage INDIA નામક પ્રોગ્રામનું લોચીંગ કર્યુ છે.

આ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકાની હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા તથા ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેની વય ધરાવતા ભારતીય પરિવારના સંતાનોને ૨૧ જુલાઇથી ૧૦ ઓગ.૨૦૧૯ દરમિયાન ભાર મોકલાશે.

જયાં કેરળ તથા ગુજરાત સહિતના વિસ્તારોનો પ્રવાસ કરાવી વતનની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ઝાંખી કરાવાશે. જે માટે ૮ સ્ટુડન્ટસની પસંદગી કરી તેઓનો તમામ ખર્ચ ઓર્ગેનાઇઝેશન ભોગવશે.

આ પ્રોગ્રામનો લાભ લેવા અરજી કરવાની છેલ્લી તારીખ રર ફેબ્રુ.૨૦૧૯ છે. જેમાંથી મેરીટ મુજબ પસંદ થયેલા સ્ટુડન્ટસના નામ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરાશે. વિશેષ વિગત માટે gabrielle@indiaspora.org દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(8:40 pm IST)