એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th February 2019

યુ.એસ.માં ન્યુયોર્ક મેયરએ નિમણુંક કરેલા ૪૬ જજમાં ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ સિવિલ કોર્ટમાં સુશ્રી દીપા આમ્બેકર તથા સુશ્રી અર્ચના રાવ અને ક્રિમીનલ કોર્ટમાં સુશ્રી રાજ રાજેશ્વરીની નિમણુંક

ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્ક મેયરએ ફેમિલી, ક્રિમિનલ, તથા સિવિલ કોર્ટમાં ૪૬ જજની નિમણુંક કરી છે જેમાં ૩ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.

આ ૩ ઇન્ડિયન અમેરિકન પૈકી સુશ્રી દીપા આમ્બેકરએ સિવિલ કોર્ટ, શ્રી રાજ રાજેશ્વરીને ક્રિમિનલ કોર્ટ તથા સુશ્રી અર્ચના રાવને સિવીલ કોર્ટ જજ તરીકે નિમવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવનિયુકત ૪૬ જજમાં ૩૩ને રિપીટ કરાયા છે તથા ૧૩ જજ નવા નિમાયા છે.

(8:49 pm IST)