એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th February 2019

''સખી'': સાઉથ એશિઅન અમેરિકન મહિલાઓના સશકિતકરણ તથા સમાનતા માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ ૩૦મા વાર્ષિક સ્થાપના દિન નિમિતે ન્યુયોર્ક તથા વોશીંગ્ટનમાં વીમેન્સ માર્ચનું આયોજન કર્યુ

ન્યુયોર્કઃ અમેરિકા સ્થિત સાઉથ એશિયન મ્હિલાઓ માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશન ''સખી''ના ઉપક્રમે તાજેતરમાં ૧૯ જાન્યુ.૨૦૧૯ના રોજ ૩૦મો વાર્ષિક સ્થાપના દિન ઉજવાઇ ગયો.

આ ઉજવણી નિમિતે ન્યુયોર્ક સીટી તથા વોશીંગ્ટન ડીસીમાં વીમેન્સ માર્ચનું આયોજન કરાયું હતું. આ ઓર્ગેનાઇઝેશન છેલ્લા ૩૦ વર્ષથી મહિલાઓને સમાનતા તથા હક્કો અપાવવા અને તેમનું શોષણ અટકાવવા, કોમ્યુનીટી ઉપર થતા હુમલાઓનો પ્રતિકાર કરવા તથા ઘરેલુ હિંસા અટકાવવા તથ સશકિત કરણ માટે 'સખી'ના હોદેદારો તથા અગ્રણી પ્રતિનિધિઓ સુશ્રી સારિકા પટેલ, સુશ્રી કવિતા મહેરાએ જણાવ્યું હતું. તથા ૨૦૧૯ની સાલ જુદા જુદા કાર્યક્રમોના આયોજન થકી ૩૦મા વાર્ષિક સ્થાપના વર્ષ તરીકે ઉજવાશે તેમ જણાવ્યું હતું.

(8:48 pm IST)