News of Saturday, 12th January 2019
૧ર વર્ષની બાળકીને આઇસ્ક્રીમ તથા રમકડા મફત આપી સેકસ માણવાનો પ્રયાસઃ સિંગાપેાર સ્થિત ભારતીય મૂળના ૩૧ વર્ષીય ઉધયકુમાર ધક્ષિણામુર્થીને ૧૩ વર્ષની જેલ સજા
સિંગાપોર : સિંગાપોરમાં ૧ર વર્ષીય બાળકીને આઇસ્ક્રીમ, રમકડા સહિત વસ્તુઓ મફત આપી લલચાવી તેની સાથે સતત ૩ મહિના સુધી સેકસ માણવાનો પ્રયત્ન કરવા બદલ ભારતીય મૂળના ૩૧ વર્ષીય ધક્ષિણામૂર્થીને કોર્ટએ ૧૩ વર્ષની જેલસજા તથા ૧ર કોરડા ફટકારવાની શિક્ષા ફરમાવેલ છે.
મીનીમાર્ટમાં નોકરી કરતા આ ઉધયકુમારએ સપ્ટે. થી ડિસે. ર૦૧૬ દરમિયાન આ બાળકીને મફત વસ્તુઓ આપી બદલામાં તેના નગ્ન ફોટાઓ મેળવી અને જુદી જુદી જગ્યાએ લઇ સેકસનો આનંદ માણવાનો પ્રયત્ન કર્યા હતો.
આ બાબતની ખબર ઉધયકુમારની એક પુખ્ત વયની પ્રેગ્નન્ટ મહિલા ફ્રેન્ડને ખબર પડી જતા તેણે પોલીસ ફરીયાદ કરી હતી. જે કારણે ઉપરોકત સજા ફરમાવાઇ હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.
(9:41 pm IST)