એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th January 2019

શિકાગોની વર્લ્‍ડ મની એક્ષચેન્‍જના પ્રમુખ તથા સીઇઓ અને જાણીતા બીઝનેસમેન શ્રી અનીલ આર.શાહના માતુશ્રી વિનોદબાળા શાહનુ અવસાન થતા સમગ્ર શિકાગો શહેર અને તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીયોમાં પ્રસરેલી ઘેરા શોકની લાગણીઃ મરનારની અંતિમ ક્રિયા બાર્ટલેટ ટાઉનમાં આવલ કન્‍ટ્રીસાઇડ ફયુનરલ હોમમાં થતા મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરીઃ સ્‍વર્ગસ્‍થના આત્‍માન શાંતિ મળે તે માટે શિકાગોના જૈન સેન્‍ટરમાં પ્રાર્થના સભાનું કરવામાં આવેલું આયોજન

(કપિલા શાહ દ્વારા) શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં વર્લ્‍ડ મની એક્ષચેન્‍જ નામની સંસ્‍થા ઘણા વર્ષોથી કાર્યવંત છે અને તે સંસ્‍થાના પ્રમુખ તેમજ સીઇઓ અને જાણીતા બીઝનેસમેન અનીલ આર.શાહના માતુશ્રી વિનોદબાળા શાહનું તાજેતરમાં નિધન થતા શિકાગો શહેર તથા તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમાજના ભાઇ બહેનોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

સ્‍વર્ગસ્‍થ વિનોદબાળા શાહની અંતિમ વિધી, બાર્ટલેટ ટાઉનમાં આવેલ કન્‍ટ્રીસાઇડ ફયુનરલ હોમમાં કરવાાં આવી હતી. આ વેળા ભારતીય સમાજના આગેવાનો, શુભેચ્‍છકો, સાથી મિત્રો તેમજ પરિવારના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી. શિકાગોના જૈન સેન્‍ટરમાં તેમના આત્‍માની શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં ભારતીય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. અને સ્‍વર્ગસ્‍થના આત્‍માને શાંતિ મળે તે માટે પ્રાર્થના યોજવામાં આવી હતી.

સ્‍વર્ગસ્‍થને હાલમાં પાંચ પૂત્રો જેમાં પ્રદિપભાઇ, દિપકભાઇ અનિલભાઇ, રાજેન્‍દ્રભાઇ તથા નિતિનભાઇ અને ત્રણ પૂત્રીઓ જેમાં ઇલા, નયના અને સ્‍મીતા છે અને તેઓ સર્વેને વિલાપ કરતા પ્રભુધામમાં પહોંચી ગયા છે તમામ ભાઇઓ શિકાગોમાં આવેલ અનેક સામાજીક તથા ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે અને તમામ લોકો નિસ્‍વાર્થ ભાવે સેવા કરતા હોવાથી તેમના પર આવી પડેલી આપતિમાં પ્રભુ સહાય કરે એજ પ્રાર્થના.

(9:24 pm IST)