એન. આર. આઈ. સમાચાર
News of Friday, 11th January 2019

અમરિકામાં નવે.2018 માં યોજાયેલી વચગાળાની ચૂંટણીઓમાં એશિયન અમેરિકન મતદારોનો ઝોક ડેમોક્રેટિક પાર્ટી તરફી જોવા મળ્યો : રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિ જવાબદાર હોવાનું તારણ : ગવર્નર, સેનેટર,તથા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં અનુક્રમે 75 ટકા, 81 ટકા, તથા 79 ટકા મતો ડેમોક્રેટ ઉમેદવારોને મળ્યા : એશિયન અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડના સર્વેમાં બહાર આવેલો ચોંકાવનારો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં એશિયન અમેરિકન મતદારોનો ઝોક કઈ તરફ છે તે જાણવાનો પ્રયાસ એશિયન અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ દ્વારા કરાયો હતો.જેમાં જાણવા મળ્યા મુજબ મોટા ભાગના એશિયન અમેરિકન પ્રજાજનો રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ વિરુધ્ધ નીતિઓથી નાખુશ છે.

14 સ્ટેટના 8 હજાર ઉપરાંત એશિયન અમેરિકન મતદારોના કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ નવે.2018 માં યોજાયેલી વચગાળાની ચૂંટણીઓમાં ગવર્નર, સેનેટર,તથા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં અનુક્રમે 75 ટકા, 81 ટકા, તથા 79 ટકા એશિયન અમેરિકન મતો ડેમોક્રેટ ઉમેદવારોને મળ્યા હતા.આ સર્વે 11ભાષાઓમાં કરાયો હતો.જેમાં સ્થાનિક તથા રાષ્ટ્રીય કક્ષાના 88 જેટલા ગ્રુપનો સહકાર મળ્યો હતો.

(6:43 pm IST)