એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th January 2019

''નાની રકમનું મોટુ મૂલ્યઃ'' યુ.એસ.ના ટેકસાસની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ભારતીય મૂળની બાળકી ક્રિશ્ના ત્રિપાઠીનું પ્રશંસનીય કૃત્યઃ ઇન્ડિય ડોકટર્સ દ્વારા સંચાલિત ચેરીટી કિલનિકને ૭૫૦ ડોલરનો ચેક આપી ભારતીય સંસ્કૃતિ દીપાવી

ટેકસાસઃ અમેરિકાના ટેકસાસમાં આવેલા કિલઅર લેકની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ક્રિશ્ના ત્રિપાઠીએ ઇન્ડિયન  ડોકટર્સ દ્વારા ચલાવાતા ચેરીટી કિલનિકને ૭૫૦ ડોલરનું ડોનેશન આપી બીજાઓને મદદરૂપ થયાની ભારતીય સંસ્કૃતિ દીપાવી છે.

ક્રિશ્ના અભ્યાસ ઉપરાંત ઇત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લ્યે છે. તેમજ જરૂરિયાતમંદ પ્રજાજનો માટે મદદરૂપ થવાની ભાવના પણ ધરાવે છે. તે પોતાના ઉપરાંત અન્ય સાથી સહાધ્યાયીઓની મદદથી ફંડ ભેગુ કરી અવારનવાર સત્કાર્યમાં નિમિત બનતી રહે છે. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)