એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th January 2019

અમેરિકાના લોસ એન્જલસમાં ૨૯ વર્ષીય શીખ યુવતિ મનદીપ કૌરનો દબદબોઃ છેલ્લા ૩ વર્ષથી સ્વમાનભેર ટ્રક ડ્રાઇવીંગ વ્યવસાય કરે છેઃ પોતાના કાર્યથી સંતોષ અને ગૌરવ અનુભવતા હોવાનું મંતવ્ય

લોસ એજન્લસઃ અમેરિકાના લોસ એન્જલસમાં સ્થાયી થયેલ શીખ મહિલા છેલ્લા ૩ વર્ષથી ટ્રક ડ્રાઇવર તરીકે કામગીરી બજાવે છે એટલું જ નહિં પોતાના આ કામ માટે તે સંતોષ તથા ગૌરવ અનુભવે છે.

૨૯ વર્ષય શીખ મહિલા મનદીપ કૌર ધાલીવાલના જણાવ્યા મુજબ તેઓ ઘણી વખત ૩ હજાર માઇલ જેટલી લાંબી ટ્રીપ પણ કરી નાખે છે જેમાં શાકભાજી તથા ફળો ટ્રકના ફ્રીજમાં રાખેલા હોય છે.

ભારતના પંજાબના વતની મહિલા ૨૦૧૩ની સાલમાં અમેરિકા આવ્યા છે. સુશ્રી મનદીપએ લગ્ન નથી કર્યા. તેઓ પોતાના બન્ને ભાઇઓ સાથે રહે છે શરૂઆતમાં રેસ્ટોરન્ટ વ્યવસાયમાં જોડાયા હતા. પરંતુ ત્યાં ગ્રાહકો તેમની સાથે નોકર જેવું વર્તન કરતા હોય તેવું લાગવાથી એક વર્ષમાં આ વ્યવસાય મુકી દઇ ટ્રક ડ્રાઇવરના વ્યવસાયમાં જોડાઇ ગયા હતા. તેમના બન્ને ભાઇઓ પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૩.૫ મિલીયન ટ્રક ડ્રાઇવરો પૈકી પાંચ થી ૬ ટકા જેટલી મહિલાઓ ટ્રક ડ્રાઇવર વ્યવસાય સાથે જોડાયેલી છે તેવું સમાચાર સુત્ર દ્વારા જાણવા મળે છે.  

 

 

(8:46 pm IST)